શું આપણે આપણા મુખ્ય તહેવારોમાં આપણી ઋષિ-મહર્ષિઓ, મહાપુરુષો ની શિક્ષાઓ અપનાવી રહ્યા છીએ કે એનો ત્યાજ્ય કરી રહ્યા છીએ?
આપણાં તહેવારો માં આપણે મદ્યપાન, દ્યુત(જુગાર) વગેરે ને ફેશન બનાવી બેઠા છીએ આ કેટલું યોગ્ય છે શું આ આપણા પૂર્વજો ની શિક્ષાઓ છે??
અને ઉપરથી પોતાનો બચાવ કરવા જુગારીઓ એવી મિથ્યા વાત કરે છે કે મહાભારતમાં ભગવાન પણ રમતાં..!
મુર્ખાઓ..! આવી તથ્ય વીહોણી વાતો કરી ભગવાન નું અપમાન શા માટે કરો છો?
શ્રી કૃષ્ણ કહે છે કે,
"नैतत् कृच्छ्रमनुप्राप्तो भवान् स्याद् वसुधाधिप । यद्यहं द्वारकायां स्यां राजन् सन्निहित: पुरा ।। आगच्छेयमहं द्यूतमनाहूतोऽपि कौरवे: । वारयेयमहं द्यूतं बहून् दोषान् प्रदर्शयन् ।।" (મહાભારત વનપર્વ, અધ્યાય ૧૩, શ્લોક ૧,૨)
અર્થાત હે રાજન (યુધિષ્ઠિર) ! જો હું દ્વારકા માં અથવા તેના નજીક હોત તો તમે આ ભારી સંકટ માં ન પડત. હું કૌરવો ના વગર બોલાવે પણ એ દ્યુતસભા માં આવી જાત અને તે જુગારના અનેકો દોષ બતાવી એને અવશ્ય રોકત...
ભગવાન શ્રી કૃષ્ણએ આગળ પણ અનેકો આના વિષયક વાત કરી છે...(જે આમાં જોડેલા ચિત્ર માં વાંચવું)
જ્યારે પુર્ણ પુરુષોત્તમ યોગીરાજ શ્રી કૃષ્ણ સ્વંય જ જુગાર ના વિરોધી હતા તો આપણે આ જુગાર વગેરે રમી ને આપણાં જ વંશજો ને શું શિક્ષાઓ આપી રહ્યા છીએ?
તો આ આપણે એમની જ જન્મજયંતી માં એમની જ શિક્ષા વિરુદ્ધ કાર્ય કરી શું સાબિત કરવા માંગીએ છીએ?? અને આ સાતમ-આઠમ માં જ રમી ને અધર્મ ફેલાવી કયા પ્રકાર નો ઉચ્ચ કાર્ય કરી રહ્યા છીએ? શું આપણે આવા જ ઉચ્ચ કાર્યો કરી આપણી મુળભૂત શિક્ષાઓ ને દબાવી આપણાં વંશજો યુવાઓ તથા ઘર પરિવાર સમાજ ને શું આપી રહ્યા છીએ..??
વેદ કહે છે કે "अक्षैर्मादिव्य" અર્થાત હે મનુષ્ય અક્ષક્રિડા (દ્યુત/જુગાર) ન રમ...
મહર્ષિ મનુ કહે છે, "द्यूतपानप्रसक्ताश्च जघन्या राजसी गतिः" અર્થાત જુઓ (જુગાર), મદ્યપાન માં આસક્ત પુરુષ તે રજોગુણ ની નીચ ગતિ છે..
જો આપણાં મહત્વ ના તહેવારો માં જ માં આવા નિમ્ન કાર્યો કરી તમે એમ સમજતા હોવ કે આનંદ માણી રહ્યા છીએ ખાલી સાતમ-આઠમ માં જ તો રમીએ છીએ વગેરે વગેરે તો તમેં સૌથી મોટા અધર્મી અને તમારા વંશજો ને બગાડનારા વ્યક્તિ તમે સ્વંય છો...
જો આપણે ખુદ પોતાના મહાપુરુષો, ઋષિઓ, વેદો ની શિક્ષાઓ નથી અપનાવી શકતા તો આપણે આવનાર સમય માં ધર્મ વિષયક શું શિક્ષાઓ આપનારા છીએ??
હવે આ શિક્ષાઓ ને ગ્રહણ કરવી ન કરવી એ તમારા ઉપર છે...
इत्यलम्
ॐ शम्🚩
~ વિવેક ડાભી
Comments
Post a Comment